- સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ
- અમદાવાદ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યલ્લો એલર્ટ
- સૌરાષ્ટ્રભરના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં યલ્લો એલર્ટ
રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં ક્યાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગ દ્વારા 25 થી 28 નવેમ્બર વચ્ચે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી. આ વચ્ચે આજે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે.

આ તરફ હવામાન વિભાગે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તો તાપી ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ અપાયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
પવન સાથે વરસાદી માહોલ
તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે.
આ ઉપરાંત આજે ગઈકાલે રાતથી જ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં કોમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત વીરપુર, જેતપુર અને પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.