• વરસાદથી પાર્ટી પ્લોટમાં પાણી ભરાયા
  • કેટલાંક મંડપો ભારે પવનમાં ઊડી ગયા
  • મીની વાવાઝોડામાં વીજપોલ પડ્યા

રાજ્યમાં આજથી કારતક માસની સાથે લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. જેમાં આવતીકાલે લગ્નના વિવિધ મુહૂર્ત રહેલાં છે, તે વચ્ચે આજે સવારથી રાજ્યમાં વરસાદ શરૂ થતાં લગ્ન કરવા જતાં લોકોમાં ચિંતા વ્યાપી છે. સુરતમાં ઠેર-ઠેર લગ્નોમાં વરસાદ વિલન બન્યો છે અને ભારે પવનથી લગ્ન મંડપ ધરાશાયી થયા છે.

ભારે વરસાદ અને પવનના કારણે લગ્ન મંડપને ભારે નુકશાન થઈ રહ્યું છે. જેમાં પાર્ટી પ્લોટ પર લગ્નના મંડપ સાથે ખુરશી પણ ઉડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમજ ગ્રાઉન્ડ પર પાણી ફરી વળતા પાર્ટી પ્લોટ માલિકોને લાખોનું નુકશાન થયું છે. તેમજ તો કેટલાક લગ્ન પણ કેન્સલ કરવાની નોબત ઊભી થઈ છે.

મુહૂર્ત ઓછા અને વરસાદ વિઘ્ન

એકતરફ ઓછા મુહૂર્તના કારણે લગ્નના આયોજન વધુ છે તો બીજીતરફ વરસાદે લગ્ન પ્રસંગના આયોજનો સામે પડકાર ઉભા કર્યા છે. ભરૂચ–અંકલેશ્વરમાં લગ્ન મંડપ તૂટી પડવાના બનાવ સામે આવ્યા છે. તેમજ વરસાદના કારણે લગ્ન મંડપને ભારે નુકસાન થયું છે.


લગ્ન સીઝનમાં વરસાદના કારણે લગ્નના આયોજનો સામે પડકાર ઉભો થયો છે. ભડકોદ્રા ગામે વિશાલ મંડપ તૂટી પડ્યો હતો. ભરૂચમાં પણ મંડપને નુકસાન થવાના અહેવાલ સાંપડી રહ્યા છે. તેમજ સુરતમાં મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં ભારે વરસાદના કારણે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં વૃક્ષો ધરાશાહી થયા તો લગ્ન મંડપો વાવાઝોડામાં ઉડી ગયા અને કેટલાંક મંડપો તૂટી પડ્યાના દ્રશ્યો જોવા મળ્યા છે. તેમજ વીજપોલ પડ્યા તો ખેતીપાકોને નુકશાન કરતો કમોસમી વરસાદ ખાબક્યો છે.

  • Follow us on: