- કંજેઠા ગામે ઈક્કો ચાલકે 11 વિદ્યાર્થીઓને મારી ટક્કર
- સ્કૂલમાંથી દોડ માટે નીકળેલા વિદ્યાર્થીઓને પહોંચી ઈજા
- સેગવાથી શિનોર જતો વાહન ચાલક અકસ્માત સર્જી થયો ફરાર
રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતના કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. તેવામાં વડોદરાના કંજેઠા ગામના પાટિયા પાસે સ્કૂલના 29 વિદ્યાર્થીઓને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે જેના પગલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કંજેઠા ગામના પાટિયા પાસે બેફામ કાર ચાલકે મોટા ફોફળીયા સી.એ.પટેલ સ્કૂલના DLSSના 11 વિદ્યાર્થીઓને અડફેટે લીધા છે. ઘટના જાણે એમ હતી કે આ તમામ વિદ્યાર્થીઓ લાંબી દોડ માટે સ્કૂલ જવા માટે નીકળ્યા હતા ત્યા તો અચાનક કાર ચાલકે આ તમામ વિદ્યાર્થીઓને ટક્કર મારતા 3 વિદ્યાર્થિનીઓને પગના ભાગે ઇજાઓ જ્યારે કોચને માથાના ભાગે ઈજાઓ પહોંચી જ્યારે અન્યા 5 વિદ્યાર્થિનીઓ અને 2 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓ અને કોચને સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.













