• જેરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીની મુદ્દત વય મર્યાદાના કારણે પૂર્ણ
  • સિદસરમાં 75 વર્ષની વય મર્યાદાના કારણે પદે ન રહેવાનો છે ઠરાવ
  • 6 જાન્યુઆરી બેઠકમાં ઠરાવ પસાર થઇ શકે

સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ તેમના પદેથી રાજીનામુ આપી શકે છે. મહત્વનું છે કે, જેરામ પટેલની વયમર્યાદામાં હજુ 6 માસ બાકી હોવાની વાત સામે આવી છે. પણ પુત્રનું નામ મોરબી નકલી ટોલનાકા મામલે સામે આવતા તેઓ 6 તારીખે રાજીનામું આપી શકે છે. 

જેરામ પટેલ આપી શકે છે રાજીનામું

મળતી માહિતી મુજબ સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામપટેલ રાજીનામું આપી શકે છે. જોકે હાલ તો વયમર્યાદાને કારણે રાજીનામું આપે તેવી અને ગેરકાયદે ટોલનાકાના વિવાદ વચ્ચે રાજીનામું આપી એવી ચર્ચા થઈ રહી છે. પરંતુ મહત્વનું છે કે, રવિવાર પાટીદાર અગ્રણીઓની બેઠક પહેલા આ સમાચાર સામે આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ 6 તારીખે મળનાર સિદસર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઇ શકે છે.  જેરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદ્દત વય મર્યાદાને કારણે પૂર્ણ થાય છે. જોકે સિદસરમાં 75 વર્ષીય વય મર્યાદાને કારણે પદ પરથી રાજીનામું આપી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

રાજકોટ ખાતે રવિવારે થશે બેઠક

હવે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલ અને પાટીદાર આગેવાનોએ એક બેઠક બોલાવી છે. નકલી ટોલનાકા પ્રકરણમાં જેરામ પટેલના પુત્રનું નામ બહાર આવતા સમાજની બદનામી થઈ રહી છે. જેને લઈ હવે પાટીદાર આગેવાનોએ રવિવારે રાજકોટ ખાતે બેઠક બોલાવી છે. વિગતો મુજબ બેઠકમાં જેરામ પટેલના પુત્રના નામને લઈને સમાજની થઈ રહેલી બદનામી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જેરામ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે.




  • Follow us on: