ખ્યાતિ કાંડના મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.ખ્યાતિ કાંડ બન્યા બાદ કાર્તિક પટેલ છેલ્લા 2 મહિનાથી ફરાર હતો અને વિદેશમાં છુપાયેલો હતો,સાથે સાથે કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા અને તેના તમામ સાગરિતો ઝડપાઈ જતા તેની સાથે અન્ય કોઈ વિકલ્પ હતો નહી.તો ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી પાડયો છે.ઉંઝામાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત,લક્ઝરી, કાર અને બાઇક વચ્ચે અકસ્માત,બ્રાહ્મણવાડા બસ સ્ટેશન નજીક અકસ્માત,અકસ્માતમાં બાઇક પર સવાર 2ના મોત.31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર,4 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર,1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ,31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ,સંયુક્ત સત્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.





  • Follow us on: