સુરતમાં રૂપિયા 30 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે,સરાલી પોલીસે બાતમીના આધારે ગાંજો ઝડપી પાડયો છે,પોલીસે ગાંજા સાથે આરોપી કેનીલ પટેલની ધરપકડ કરી છે,તો અક્ષય સોનીએ આ ગાંજો પકડયો હોવાની વાત સામે આવી છે,મુંબઈથી આ ગાંજો મંગાવવામાં આવ્યો હતો,તો પોલીસે વધુ તપાસ હાથધરી છે.


ગાંજા સાથે આરોપી કેનીલ પટેલની ધરપકડ

સુરતમાંથી અવાર નવાર ગાંજો ઝડપાતો હોય છે ત્યારે વધુ એક વાર ગાંજો ઝડપાઈ ગયો છે,મુંબઈથી આરોપી ગાંજો લઈને સુરત આવે છએ અને સુરતમાંથી આ ગાંજો ઝડપાઈ ગયો છે,આરોપી કેનીલ પટેલ ગાંજાની ડિલિવરી લે છે અને તેને ઝડપી લેવામાં આવે છે,અક્ષય સોની ગાંજો મંગાવનાર મુખ્ય આરોપી છે તે પોલીસ પકડની બહાર છે.

સુરત એરપોર્ટ પરથી પણ ઝડપાયો ગાંજો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતી એર ઇન્ટેલિજન્સ યુનિટને મળી હતી. બેંગકોકથી સુરતની ફ્લાઇટ લેન્ડ થયા બાદ કસ્ટમ્સ ઓફિસરોની ટીમે માહિતીના આધારે એક શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તે તમિલનાડુનો હોવાનું જાણવા મળ્યું. ગાંજાને રૂ. 30 હજારની અંદાજે બજાર કિંમત સાથે 2.8 કિલોના હાઇડ્રોપોનિક વિડ્સ તરીકે ઓળખવામાં આવે છે, કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરી હતી.


  • Follow us on: