• લાઇસન્સ અને પરમિટ વગર પશુ નહીં રાખી શકાય
  • આજથી રોડ ઉપર ઢોર જોવા મળશે તો થશે કાર્યવાહી
  • AMC દ્વારા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરાયું

આજથી અમદાવાદમાં લાઈસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે. જેમાં આજથી અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે. લાઇસન્સ અને પરમિટ વગર પશુ રાખી શકાય નહીં. તેથી આજથી રોડ ઉપર ઢોર જોવા મળશે તો કાર્યવાહી થશે.

AMC દ્વારા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરાયુ

AMC દ્વારા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરાયુ છે. તેમજ પશુ રાખવા 1,070 અરજી પૈકી 123 મંજૂર કરાઇ છે. તેમજ શહેરમાં 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR થઇ છે. તેમજ 922ને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી થતા પશુપાલક બચાવ સમિતિના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. પોલિસી આવકાર્ય પણ દસ્તાવેજો અંગે વિરોધ થશે. ઢોર માટેના લાઇસન્સના દસ્તાવેજ અંગે વિરોધ કરાશે. તેમાં 5 ડિસેમ્બરે પશુપાલકો મેયરના ઘરનો ઘેરાવો કરશે. 5 ડિસેમ્બરે પશુપાલકો મેયરના ઘરે રજૂઆત કરવા જશે. તથા ટેક્સ બિલ ભર્યા છતા ઘરે પશુ ન રાખવા દેતા નારાજગી વ્યાપી છે.

રજિસ્ટ્રેશન વિનાના ઢોર જોવા મળશે તો ઢોર જપ્ત કરી લેવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ/રજિસ્ટ્રેશન વિનાના પશુઓને CNCD વિભાગ દ્વારા પકડી લેવામાં આવશે. AMC હદમાં ઢોર રાખવા અંગે પશુમાલિકોને નોંધણી કરાવવા, RIFD ચીપ લગાવવા, અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના તમામ ઢોરને તા. 1 ડિસેમ્બર, 2023 પહેલાં અમદાવાદ શહેરની બહાર ખસેડી લેવા પશુમાલિકો/પશુપાલકોને અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને આજથી શહેરમાં લાઈસન્સ વિનાના અને રજિસ્ટ્રેશન વિનાના ઢોર જોવા મળશે તો ઢોર જપ્ત કરી લેવામાં આવશે.

હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢયા પછી AMCનો CNCD વિભાગ સક્રિય બન્યો

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અને કેટલાંક કિસ્સામાં જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢયા પછી AMCનો CNCD વિભાગ સક્રિય બન્યો છે અને શહેરમાં ઢોર પકડવા, લાઈસન્સ/પરમિટ વિના પશુ નહીં રાખવા અંગે અંતિમ સૂચનાની જાહેર નોટિસ આપીને આજથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • Follow us on: