સુરત શહેર પોલીસ હેલમેટને લઈને સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરશે અને આ ડ્રાઈવ 15 ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે જેમાં હેલમેટ નહી પહેરનારા સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરશે.જે પણ ટુ-વ્હીલર ચાલક આ નિયમોનું પાલન નહી કરે તેને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે સાથે સાથે સુરત પોલીસ પણ શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે,કોઈની પણ ભલામણ ચાલશે નહી,એટલે હેલમેટ પહેરીને જ બહાર નીકળજો.


સુરત શહેર પોલીસે આપ્યો છે સમય હેલમેટ ખરીદવા

ગત પહેલી જાન્યુઆરીએ શહેરીજનોને હેલમેટ પહેરવા કે ખરીદવા માટે 45 દિવસની મોહલત આપવામાં આવી હતી જે મહોલત 15 ફેબ્રુઆરીએ પૂરી થાય છે અને 15 ફેબ્રુઆરીથી સુરત શહેર પોલીસ હેલમેટને લઈને કડક કાર્યવાહી શરૂ કરશે સાથે સાથે રસ્તા ઉપર ચેકિંગની સાથે સાથે ઈ ચલણ જનરેટ થાય તેવા જે સીસીટીવી છે તેનો પણ મહત્તમ ઉપયોગ કરશે,પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ચેતવણી છે કે,જો હેલમેટના નિયમોનો વારંવાર ભંગ કરતા જણાશે તો જે તે વાહન ચાલકના લાયસન્સ રદ કરવા સહિતની કામગીરી પણ કરવામાં આવશે.દર વર્ષે 140થી વધુ લોકો અકસ્માતમાં હેલમેટ નહીં પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુ પામતા હોવાનો એક અંદાજ છે.

હેલમેટ પહેરવું દરેક માટે ફરજિયાત છે

સુરત પોલીસના આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને પોતાની અને તેમના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું પ્રોત્સાહન આપવા છે. 2024માં શહેરમાં 300થી વધુ અકસ્માતો થયા હતા. જેમાં 300 લોકોના મોત થયા હતા. આ મૃત્યુઆંકમાં 50થી વધુ લોકો એવા હતા જે ટુ-વ્હીલર પર મુસાફરી કરતા હતા અને હેલ્મેટ પહેર્યું નહોતું. આ કિસ્સાઓ એ સ્પષ્ટ દર્શાવે છે કે, હેલ્મેટ ન પહેરવાથી જાનહાનિ થાય છે.

 

  • Follow us on: