બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદારોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ રાજયની બાગાયત વિકાસ યોજનાના અમલીકરણના ભાગરૂપે બાગાયતી પાકોના ઊભા થયેલ તેમજ ભવિષ્યમાં ઉભા થનાર વિવિધ ક્લસ્ટરો થકી બાગાયતી ઉત્પાદનોને સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બજારો સાથે સાંકળી શકાય તેમજ કલેક્શન, ગ્રેડિંગ, શોર્ટિંગ પેકિંગ એકમો, સંગ્રહ વ્યવસ્થા ફૂડ ટેસ્ટિંગ/કોલ્ડ ચેઈન, પ્રાયમરી કે મિનિમલ પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન જેવી માળખાકીય સુવિધાઓ દ્વારા બાગાયતી પાકને કાપણી પછી થતા નુકસાન અટકાવી અને મુલ્યવર્ધન થકી સારા બજાર ભાવો મેળવી શકાય તેમજ રોજગારીની નવીન તકો ઉભી કરવી તે આ યોજનાનો હેતુ છે.
આ માટે એકમ ખર્ચ મહત્તમ રૂ ૧૦૦ લાખ/ એકમ, સહાયનું ધોરણ
વ્યક્તિગત/ ખાનગી સંસ્થા ને ૫૦ ટકા મુજબ રૂ.૫૦ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તેમજ ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/ સહકારી સંસ્થાને પોતાના કાર્યક્ષેત્રને ધ્યાનમાં લઈને ૭૫ ટકા મુજબ રૂ. ૭૫ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનામાં વ્યક્તિગત/ ખાનગી સંસ્થાને મહત્તમ ૧ (એક) એકમ માટે સહાય મળવાપાત્ર રહેશે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/ સહકારી સંસ્થાને મહત્તમ ર(બે) એકમ માટે સહાય મળવાપાત્ર રહેશે. તેમજ ક્રેડીટ લીંક બેંક એન્ડ સહાય આધારિત પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું થાય છે.
યોજના અંતર્ગત આજીવન એકવાર લાભ મેળવી શકાશે
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે નાણાંકીય સંસ્થા (RBI માન્ય બેન્ક) પાસેથી અરજી કરતા પહેલા લોન મંજુર કરાવી ત્યાર બાદ કચેરીએ જાણ કરવી જેથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવે ત્યારે નિયત કરેલ સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજીની પ્રિન્ટ મેળવી સહી /અંગુઠાનું નિશાન સાથે નીચે જણાવેલ સાધનિક પુરાવા સાથે પ્રોજેક્ટ સબંધિત દરખાસ્ત બે નકલમાં જિલ્લાની બાગાયત કચેરીમાં સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે.
અધિકારીનો સંપર્ક પણ કરી શકાશે
આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો,બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ઇમેલ: [email protected] નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.