અંકલેશ્વરના રોડ પર જોખમી રીલ બનાવનાર 7 લોકોને પોલીસે ઝડપી પાડયા છે,રિલ્સની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મૂકી આરોપીઓ રીલ બનાવતા પોલીસે રીલના આધારે ઝડપી પાડયા છે,પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે અને પોલીસે આરોપીઓ પાસે માફી મંગાવી છે.જોખમી રિલ્સ બનાવનાર 10 સામે પોલીસે કાર્યવાહી કરી છે,રિલ્સ બનાવનાર 10માંથી 3 સગીર હોવાનું ખુલ્યું છે.


અંકલેશ્વરમાં જોખમી રીલ બનાવનાર ઝડપાયા

અંકલેશ્વર પોલીસ કાયદાને બાનમાં લેનારાઓ સામે કડક હાથે કામ લઇ રહી છે તેમ છતાં હજુ રીલ બનાવાની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મુકનારા તત્વોની હરક્તોમાં ઘટાડો આવતો નથી.અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી બાદ વધુ એક રીલની ઘટના સામે આવી છે.અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બાઈક અને કાર સ્ટંટ કરી ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઉભી કરનાર 10 લોકો સામે કાર્યવાહી કરાઈ છે.

અંકલેશ્વરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.સાથે જ અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કરનાર વાહનચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસની કામગીરીના કારણે ટુવહીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

  • Follow us on: