જામનગરના લાલપુરના નાંદુરી ગામે વૃદ્ધની હત્યા કરવામાં આવી છે, ગામના જ શખ્સે વૃદ્ધને માથામાં સળિયો મારીને હત્યા કરી હતી સાથે સાથે ઝાડ કાપવાને લઈ માથાકૂટ થઈ હતી અને તેના સમાધાન માટે ભેગા થયા તો આરોપીએ ઉશ્કેરાઈને વૃદ્ધને માથામાં સળિયો માર્યો અને ઘટના સ્થળે વૃદ્ધ મોતને ભેટયા હતા.


મૃતક અને આરોપી પક્ષ સમાધાન માટે એકઠા થયા હતા

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો ફરિયાદીને ઝાડ કાપવાને લઈ આરોપી સાથે માથાકૂટ થઈ હતી તે દરમિયાન બન્ને પક્ષના લોકો સમાધાન કરવાને લઈ ભેગા થયા હતા અને તે દરમિયાન ચાલુ વાત કરતા કરતા આરોપી ઉશ્કેરાઈ જાય છે અને વૃદ્ધને માથામાં સળિયો મારે છે જેથી વૃદ્ધને લોહી નીકળતા તેમને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું છે. પોલીસે ખીમા કરંગીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

લાલપુર તાલુકાના નાંદુરી ગામે 70 વર્ષીય વૃદ્ધની હત્યા

મૃતક અને આરોપી પક્ષ સમાધાન માટે એકઠા થયા હતા જ્યાં વાત બગડતા આરોપીએ વૃદ્ધ પર ધારદાર સળિયા વડે હુમલો કર્યો હતો, અને વૃદ્ધનું મોત થાય છે. આવવા-જવાના સંયુક્ત રસ્તે એક બાવળનું ઝાડ વચ્ચે નડતુ હોય જે કપાવવા બાબતે આજથી બે દિવસ અગાઉ ફરિયાદી પક્ષને આરોપી સાથે ઝગડો થયો હતો અને વાત હત્યામાં પલટાઈ છે, મૃતકના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

  • Follow us on: