• મકાનમાં ચોર ખાનું બનાવી છૂપાવ્યો હતો દારૂ
  • LCB એ 300 બોટલ દારુ ઝડપી પાડ્યો
  • પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

31 ડિસેમ્બરને લઈને પોલીસ સતત એક્શન મોડમાં છે. જ્યારે રાજકોટમાં નવો જ કિમીયો સામે આવ્યો છે. આ વચ્ચે રાજકોટમાં સંત કબીર રોડ પરથી રહેણાક મકાનમાંથી દારૂ ઝડપાયો છે. 31 ડિસેમ્બરને લઈને રાજકોટ પોલીસ સતત એક્શન મોડમાં છે. તો સંત કબીર રોડ પર રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો છે.

આ અંગેની માહિતી અનુસાર, રાજકોટના મકાનમાં જમીનમાં ચોર ખાનું બનાવીને દારુનો જથ્થો ઝડપાયો છે. LCBએ દારુની 300 થી વધુ બોટલ ઝડપી પાડી છે. તો બુટલેગર પિતા- પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતીમ ચંદારાણા ફરાર થયા છે. તો પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથધરી છે.

મકાનમાં રેડ કરતા મકાનની અંદર જમીનની નીચે એક ચોરખાનું બનાવેલું હતું. તેની અંદર રહેલ અલગ- અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 332 બોટલ મળી કુલ 1,02,300નો મુદામાલ કબજે કરી ફરાર આરોપી બુટલેગર પિતા- પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતીક ચંદારાણાની શોધખોળ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આરોપી દિલીપ ચંદારાણા વિરુદ્ધ અગાઉ 6 ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે તેનો પુત્ર પ્રતીક વિરુદ્ધ અગાઉ 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ રાજકોટના થોરાળામાં SMCના દરોડામાં આવી જ ઘટના સામે આવી છે.જ્યાં ગંજીવાડામાંથી લિસ્ટેડ બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

  • Follow us on: