રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિંછીયામાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પર બે પરિણીત યુવકોએ દુષ્કર્મ આચર્યું. સગીરાને ગર્ભ રહી જતા યુવકોના કાળા કારસ્તાનનો ભાંડો ફૂટયો. સગીરાના પરિવાર દ્વારા નરાધમ પરિણીત યુવકો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. સગીર પર દુષ્કર્મની ઘટનામાં બે યુવકો સામે પોક્સો સહીતની કલમો લગાવી ગુનો નોંધાયો. પોલીસે દુષ્કર્મ કરનાર બંને પરિણીત યુવકોની ધરપકડ કરી.યુવકોના દુર્ષ્કમનો ભોગ બનેલ સગીરા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
પરિણીત યુવકે નજર બગાડી
વિછીયાના એક ગામમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી સગીરા સાથે બે પરણિત યુવકો દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતું હોય તેવી ફરિયાદ સગીરાના પરિવાર દ્વારા વિંછીયા પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પુરણગીરી ગોસાઈ નામનો પરિણીત યુવક પોતાની eeco ગાડીમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં લઈ જતો હતો. આ વિદ્યાર્થીઓમાં સગીરા પણ ઇકો વાનમાં આવતી હતી. સગીરા નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ સાથે ઇકોવાનમાં જતી હતી. વાનમાં આવનાર સગીરા પર પરિણીત યુવકે નજર બગાડી.
સગીરાને ધમકી આપી આચર્યું દુષ્કર્મ
પરિણીત યુવક સગીરા લલચાવીને પોતાની સાથે લઈ ગયો અને ત્યાં તેની સાથે જબરજસ્તી કરી બળાત્કાર કર્યો. સગીરા જે શખ્સની વાહનમાં શાળાએ અવરજવર કરતી હતી તે પરિણીત યુવક અને તેના મિત્રએ સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી. બંને પરિણીત યુવકો દ્વારા સગીરાને વારંવાર તેના ફોટા લોકોને જાહેર કરી દેશે તેવી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી જતા પરિણીત યુવકોના કુકર્મનો ભાંડો ફૂટ્યો.
પોલીસે બંને યુવકોની કરી ધરપકડ
સગીરાને પરિવારની આ ઘટનાની જાણ થતા તેમણે દિલીપ ઉર્ફે દિલો માણસુરભાઈ જાદવ અને તેના મિત્ર સામે પોલીસમાં ફરિયાદ કરી. ધોરણ નવ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બંને પરણિત યુવકો વારંવાર દુષ્કર્મ આદરતા હોય તેની ફરિયાદ વિંછીયા સ્ટેશનમાં નોંધાતા વિંછીયા પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી એક્રોસિટી પોસ્કો સહિતની કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.