સુરતના ઉત્રાણ ખાતે હીરા અને રૂપિયાની લેતીદેતીમાં મામા-ભાણેજનું અપહરણ કરવામાં આવ્યું છે, સણીયા હેમાદ ગામમાં ફેક્ટરીમાં ગોંધીને માર માર્યો હોવાની પણ વાત સામે આવી છે, તો બીજી તરફ અપહરણકર્તાના ચુંગાલમાંથી છૂટી મામા-ભાણેજે ફરિયાદ નોંધાવી છે, ઉત્રાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
હીરા અને રૂપિયાની લેતી દેતીમાં અપહરણ
સુરતમાં મામા-ભાણેજનું અપહરણ કરવામાં આવ્યું છે, રૂપિયાની લેતીદેતીમાં આ અપહરણ થયું હોવાની વાત સામે આવી છે, મોટા વરાછા કારમાં આવેલા ચાર લોકો મામા-ભાણેજને ઉપાડી ગયા અને તેમને એક ફેકટરીમાં ગોંધી રાખવામાં આવ્યા હતા, તો પહેલા ગોંધી રાખ્યા અને ત્યારબાદ માર મારવામાં આવ્યો હતો, તો પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જે જગ્યાએથી અપહરણ કરવામાં આવ્યું ત્યાના સીસીટીવી પણ પોલીસે તપાસ માટે લીધા છે.
અમદાવાદના ગ્રામ્યમાં મોરૈયામાં પ્રેમ લગ્ન કરનાર યુગલનું કારમાં અપહરણ
સાણંદના મોરૈયામાં ભાડે રહેતા યુવકે 1 મહિના અગાઉ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનું મનદુખ રાખી યુવતીના પિતા, ભાઈ સહિત 4 લોકોએ મોરૈયામાં યુવક અને યુવતીનું કારમાં અપહરણ માર મારી કરી રાજકોટ તરફ ફરાર થતાં બગોદરા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી ટોલ ટેક્ષ પર નાકાબંધ કરી ટ્રાફિકજામ કરાવી કારમાંથી અપહરણ કરનાર 4 શખ્સોને ઝડપી લઈ યુવક યુવતીને સારવાર માટે ખસેડયા હતા.