સુરતમાં કાચ ચાલકની બેદરકારીના કારણે બાળકીનો જીવ ગયો છે,ફલેટની બહાર રહેલા ગેટને કાર ચાલકે ટક્કર મારતા તે ગેટ બાળકી પર પડયો અને તેનું ઘટના સ્થળે મોત થયું છે,સમગ્ર ઘટનામાં સીસીટીવી વાયરલ થયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે,પોલીસે આરોપી કારચાલકની અટકાયત કરી છે.
કારચાલકે ગેટને ટક્કર મારતા બાળકી પર પડયો
સુરતમાં 4 વર્ષની બાળકી ઉપર ગેટ પડતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,4 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છએ,સુડા આવાસમાં રહેતા યુવકને લોકોએ મેથીપાક ચખાડયો છે,તો રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકની સર્વિસ પણ કરી છે,સમગ્ર ઘટનામાં ગોડાદરા પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે અને વધુ તપાસ હાથધરી છે,બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે.
બાળકી પર ગેટ પડતા મોત
પોલીસે ઘટના સ્થળે જઈ બાળકીના મૃતદેહનો કબજો લીધો છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,તો મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,તો બાળકો જયારે એકલા રમતા હોય ત્યારે માતા-પિતામાંથી કોઈ એક વ્યકિતએ તેમની સાથે રહેવું જરૂરી છે,કયારેક નાની ભૂલ તમારા બાળકનો જીવ લઈ શકે છે,ત્યારે પોલીસ આરોપી સામે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું.