સુરતના ડુમસના દરિયા કિનારે નહાવા ગયેલો તરૂણ અચાનક દરિયામાં ડૂબવા લાગ્યો હતો તો ત્યાં ફરજ પર હાજર રહેલા મહિલા કોન્સ્ટેબલે તેને બચાવ્યો હતો અને મોઢામાં જે પાણી ભરાયું હતુ તે બહાર કાઢયું હતુ,તો મહિલા પોલીસે તરૂણના છાતીના ભાગે પંપિગ કરીને શરીરમાં રહેલું પાણી બહાર કાઢયું હતુ અને માનવતાનું મોટુ કામ કરતા તરૂણના પરિવારની આંખમાં આસું આવ્યા હતા.


સુરતમાં ડુમસના દરિયાકિનારેથી મળ્યો હતો તરુણ

ડુમસના દરિયા કિનારે તરૂણ બેભાન હાલતમાં મળી આવ્યો હતો તે દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ કોન્સ્ટેબલને આ વાતની જાણ થતા તેઓ દોડી જાય છે અને તરૂણનો જીવ બચાવી લે છે,કોન્સ્ટેબલ પાયલ બામણીયાને ખબર પડી ગઈ કે તરૂણના મોઢામાં પાણી ગયુ છે અને તે તેનો જીવ બચાવવા માટે મથી રહ્યો છે ત્યારે પોલીસકર્મીએ તેને છાતીના ભાગે પંપિગ કર્યુ હતુ અને તેનો જીવ બચાવી લીધો હતો,તરૂણ જયારે બેભાન હાલતમાં મળ્યો ત્યારે તેના મોઢાના ભાગેથી ફીણ નીકળી રહ્યું હતુ.

સુરત શહેર પોલીસની કોન્સ્ટેબલ છે પાયલ બામણીયા

પાયલ બામણીયા સુરત શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યાં છે,જયારે તરૂણ સભાન અવસ્થામાં આવ્યો ત્યારે તેનુ નામ અને પરિવારનો નંબર પૂછયો હતો અને પરિવારને જાણ કરી હતી તો તરૂણને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે અને તેની તબિયત સારી છે,આ સમગ્ર ઘટનાની જાણ સુરત શહેર પોલીસ કમિશનરને થતા તેમણે મહિલા કોન્સ્ટેબલની કામગીરી બિરદાવી હતી અને તરૂણના પરિવારને રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા.

ડુમસ સી ફેઝ પ્રોજેક્ટને વધુ આકર્ષક બનાવવા આર્મી કલ્ચર ઊભું કરાશે

નૌકાદળે પાલિકાને 2 હજાર કિલોના મહાકાય યુદ્ધજહાજનું મૉડલ ફ્રીમાં આપવા તૈયારી દર્શાવી છે, જેને ‘વોરશીપ સુરત’નું નામ આપી સ્થાપિત કરાશે. આ મોડલને મૂકવા 30 લાખના ખર્ચે 5 ટનની ક્ષમતાનું પ્લેટફોર્મ બનાવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરી મંગાઈ છે. લોકો યુદ્ધજહાજને નિહાળી શકે તે રીતે ગ્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુકી આસપાસમાં નેવી થીમ પર ડેકોરેશન કરાશે.

  • Follow us on: