આણંદના તારાપુરમાં એવી ઘટના બની કે વાંચીને આપણે પણ હચમચી જઈએ,સાત વર્ષના માસૂમ બાળકને ઝેર પીવડાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,માતાને પાડોશી સાથે ઝઘડો થવાને લઈ પાડોશીએ અંગત અદાવત રાખી અને બાળકને ઘરે બોલાવી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતા પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


તારાપુરમાં 7 વર્ષના બાળકની હત્યાનો પ્રયાસ

તારાપુરના જીચકા ગામમાં માસૂમ બાળકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,પાડોશી અને બાળકના માતા વચ્ચે મનદુખ હોવાથી પાડોશીએ બાળકને ઘરે બોલાવી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતા બાળકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,હત્યાનો પ્રયાસ કરનાર મહિલા હેતલ પટેલ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને અટકાયત કરી છે અને વધુ તપાસ હાથધરી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ નોંધ્યા છે.

પાડોશીએ ઝઘડાની અદાવત રાખી હત્યાનો કર્યો પ્રયાસ

બાળકની હાલત ગંભીર થઈ હતી અને તેને વોમિટિંગ પણ થઈ હતી જેથી તેને વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનામાં પોલીસે બાળકના રીપોર્ટ પણ લીધા છે,હાલ બાળકની તબિયત સુધારા પર છે,જો બાળકને તાત્કાલિક સારવાર મળી ના હોત તો તેનો જીવ પણ જવાની શકયતાઓ રહેલી હતી.

  • Follow us on: