પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, "ઓપરેશન સિંદૂર" હજુ પૂરું થયું નથી માત્ર સેનાના હુમલાઓ સ્થગિત કરાયા છે. આ તમામ ગતિવિધીઓની વચ્ચે પાકિસ્તાન પર દરેક મુદ્દે નજર તો રાખવામાં જ આવશે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ નિવાસસ્થાને ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી અને પાકિસ્તાનની હાલની સ્થિતિ મુદ્દે ચર્ચાઓ કરી હતી. તો બીજી તરફ આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને બેઠક

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ સરહદી વિસ્તારોમાં જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી અને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ, વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર અને NSA અજીત ડોભાલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, "ઓપરેશન સિંદૂર" હજુ પૂરું થયું નથી. આ કાર્યવાહી આતંકવાદીઓનો ખાત્મનો નહીં થાય ત્યાં સુધી ચલાવવામાં આવશે. તો આ તરફ, દેશની જનતાને સંબોધન કરતા પીએમ મોદીએ "ઓપરેશન સિંદૂર" માટે ભારતીય સેનાની પ્રશંસા પણ કરી હતી.

ભાજપની તિરંગા યાત્રા

ભાજપ આજથી દેશભરમાં તિરંગા યાત્રા કાઢવા જઈ રહી છે. આ યાત્રા 10 દિવસ એટલે કે 23 મે સુધી ચાલશે. જેનું નેતૃત્વ વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ કરશે. આ યાત્રાનો હેતુ દરેકને "ઓપરેશન સિંદૂર"ની સિદ્ધિઓ વિશે જણાવવાનો છે. બીજી તરફ, ભારત-પાકિસ્તાન સરહદ પર તાજેતરના હંગામાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ આજે ​​જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ જતી અને જતી ફ્લાઇટ્સ રદ કરી છે.

  • Follow us on: