- પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર
- મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી વચગાળાની જામીન અરજી નામંજૂર
- અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી પર આપ્યો ચુકાદો
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જ્યાં આજે એક તરફ તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી તો બીજી બાજુ પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મોઢામાં કેન્સરની સારવાર કરાવવા માટે પ્રજ્ઞેશ પટેલે જામીન માંગ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ પર કરવામાં આવેલ વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મોઢાના કેન્સરની સારવાર કરવા માટે જામીન માંગવામાં આવ્યા હતા. આ જામીન અરજી સામે મૃતક પરિવારજનોના વકીલે વાંધા અરજી કરી હતી.
મહત્વનું છે કે ગત સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ના આપવા માટે કોર્ટને કહ્યું હતું. ગત સુનાવણીમાં સરકારી વકીલે કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચી શકે છે.
તથ્ય પટેલની જામીન અરજી પર આજે થઈ સુનાવણી
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે નબીરા આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન પીડિતોના વકીલે કોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
સુનાવણી દરમિયાન આરોપીને જામીન ન આપવા પીડિતોના વકીલે કોર્ટમાં વાંધા અરજી કરી હતી. પીડિતોના વકીલે જણાવ્યું હતું કે તથ્યને જામીન મળશે તો પુરાવાને નુકસાન થઇ શકે છે. તો, આરોપી કેસની તપાસમાં સહકાર આપવા તૈયાર હોવાનું આરોપીના વકીલે જણાવ્યું હતું.
આરોપી તથ્ય પટેલના વકીલે આરોપીએ અધિકારો મુજબ ચાર્જશીટ બાદ જામીન માંગ્યા હોવાનું જણાવ્યું હતું.
તો સાથે સાથે, કેસના તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યા છે. તેમજ, આરોપીને જામીન ન આપવા સરકાર દ્વારા પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. એફિડેવિટ પર આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવાશેઆવશે.