જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલામાં ગુજરાતના 3 પર્યટકોના મૃત્યુ થયા છે. કાશ્મીર ફરવા માટે ગયેલા નાગરિકોને પરત લાવવા માટે વ્યવસ્થા કરાઈ છે. આ હૂમલામા ભાવનગરના પિતા-પુત્ર પણ મોતને ભેટ્યા છે. તેમના મૃતદેહને પણ ગુજરાત લાવવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.ગુજરાતના 16 પ્રવાસીઓને આજે સાંજે વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે.


16 પ્રવાસીઓને વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે

આ ઘટના બાદ રાજ્ય સરકારે આજના તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યાં છે. જમ્મૂ કાશ્મીરમાં રહેલા ગુજરાતના પ્રવાસીઓ અને મૃતકોના મૃતદેહને પરત લાવવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. 16 ગુજરાતીઓને પરત લાવવા માટે વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. આજે સાંજ તમામ 16 પ્રવાસીઓને વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે. આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ પર હાજર રહેશે.

બે એમ્બ્યુલન્સ અને એક બસ પણ રવાના

16 ગુજરાતીઓને વિમાન મારફતે મુંબઈ લવાશે ત્યારબાદ અમદાવાદ પહોંચશે. વલસાડથી એક મેડિકલ ટીમને મુંબઈ રવાના કરાઈ છે. મામલતદાર સાથેની એક ટીમ મુંબઈ રવાના થઈ છે. બે એમ્બ્યુલન્સ અને એક બસ પણ રવાના કરવામાં આવી છે. ત્રણ પ્રવાસીઓના મૃતદેહ સહિત પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લવાશે.

આ 16 પ્રવાસીઓને પરત લવાશે

1.વિનુભાઈ ડાભી

2.લીલાબેન વિનુભાઈ ડાભી

3.ધીરુભાઈ બારડ

4.મંજુલાબેન બારડ

5.મનસુખભાઈ રાઠોડ

6.પુષ્પાબેન રાઠોડ

7.હરેશભાઈ વાઘેલા

8.અસ્મિતાબેન વાઘેલા

9.કૃષિ વાઘેલા

10.કાજલ પરમાર

11.મંજુબેન નાથાણી

12.સાર્થક નાથાણી

13.હરિભાઈ નાથાણી

14.હર્ષદભાઈ નાથાણી

15.ચંદુભાઈ જેરામભાઈ બારડ

16.ચંદુભાઈ તુલસીભાઈ બારડ


  • Follow us on: