જામનગરમાં વેપારી હનીટ્રેપનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને 1.5 લાખ રોકડ અને દાગીના પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, જામનગરના દવાના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી પાસેથી હનીટ્રેપ આચરતી ટોળકીએ આયુર્વેદિક દવાના રૂ. 1.5 લાખ, રોકડ એક લાખ અને સોનાના દાગીના પડાવી લીધા છે. આ સાથે ન્યૂડ ફોટાઓ વાયરલ કરવાની વેપારીને ધમકી આપી હતી. 

સમગ્ર ઘટનામાં રેખાબા ઝાલા નામની મહિલાએ વેપારી પાસેથી બળજબરીથી રૂ.એક લાખની કિંમતનો સોનાનો હાર પડાવી લીધો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. વેપારીની પત્ની તથા બાળકોને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા સબબની સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રેખાબા ઝાલા, તેના પતિ પ્રવીણસિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: