જૂનાગઢમાં સ્કૂલની મંજૂરી અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે હાઈકોર્ટે જિલ્લા શિક્ષણ અધિકારીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. કોર્ટનો ઓર્ડર હોવા છતાં અધિકારીએ જવાબ ફાઈલ નહીં કરતાં હાઈકોર્ટે જૂનાગઢના ડીડીઓને ખખડાવ્યા હતાં. ડીઈઓના વલણ સામે કોર્ટે આકરૂ વલણ અપનાવીને તેમની સામે કોર્ટના અનાદર બદલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી હતી.
હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જવાબ રજૂ કર્યો નહતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢની એક સ્કૂલની મંજૂરી અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. આ અંગે કોર્ટે જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જવાબ માંગ્યો હતો. ડીઈઓએ હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જવાબ રજૂ કર્યો નહતો. ત્યારબાદ સુનાવણી દરમિયાન કોર્ટે જૂનાગઢના ડીઈઓને ખખડાવ્યા હતાં. કોર્ટે કહ્યું હતું કે, તમે અધિકારી હોવ તો લેવલમાં રહો. ડીઈઓના વર્તનની હાઈકોર્ટે નોંધ લઈને તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ફાઈલ કરાઈ હતી.
કોર્ટે તેમને નોટીસ ફટકારીને ખુલાસો માંગ્યો
હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, રાજ્યના નાના અધિકારી કોર્ટના ઓર્ડરની અવગણના કરે તે યોગ્ય નથી. કોર્ટે જૂનાગઢના શિક્ષણ અધિકારીને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. કોર્ટે ઓર્ડર કર્યો હોવા છતાં અધિકારીએ જવાબ રજૂ નહીં કરતાં કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, અધિકારીનું લેવલ તો જુઓ તેઓ કોર્ટના ઓર્ડરનો અનાદર કરે છે. કોર્ટે તેમને નોટીસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.