મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢમાં ભવ્ય મેળાનું આયોજન દર વર્ષે થાય છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના વગર આ મેળો પણ પૂર્ણ થયો છે. જો કે શિવરાત્રીમાં જૂનાગઢનો મેળો એસ.ટી. વિભાગને ફળ્યો છે અને મોટી આવક વિભાગને થઈ છે.


7,598 ટ્રીપમાં 2 લાખ કરતાં વધુ મુસાફરોએ મુસાફરી કરી

આ વર્ષે એસટી વિભાગને અંદાજિત 1 કરોડ 42 લાખની આવક થઈ છે, જ્યારે ગત વર્ષે 1 કરોડ 50 લાખની એસટી વિભાગને આવક થઈ હતી. આ વર્ષે જૂનાગઢ મેળામાં પ્રવાસીઓની સંખ્યમાં વધારો થયો છે, એસ. ટી. વિભાગ દ્વારા વધારાની 300 મોટી બસ અને 70 મીની બસ વધારવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા પેસેન્જર માટે 7,598 ટ્રીપમાં 2 લાખ કરતાં વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જૂનાગઢમાં 22 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રી મેળાનું આયોજન હતું. મહાશિવરાત્રીના મેળાને લઈ એસટી નિગમે 4000 ટ્રીપ જૂનાગઢ માટે દોડાવવાનું નક્કી કર્યું હતું.

મહાશિવરાત્રીના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

મહાશિવરાત્રી મેળાને લઈને જુનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાળુઓની સુરક્ષા માટે ચાર જિલ્લામાંથી 2500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ વર્ષે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

  • Follow us on: