ખેડાના કપડવંજ પાસે અકસ્માતની ઘટના બની છે. બે ટ્રક અને ST બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દુધાથલ ગામે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે. જેમાં ST બસના કંડક્ટર સહિત એક મુસાફરનું મોત થયું છે. આ સિવાય ઘાયલોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કપડવંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
ખેડાના કપડવંજ પાસે અકસ્માત













