ગુજરાતમાં વીજ કરંટ લાગવાથી ઘણા લોકોના મોતની ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક કરંટ લાગવાથી ભોગ બનનારાઓને બચવાનો મોકો મળતો નથી. જેથી વીજ કરંટના લીધે લોકોના મોત થાય છે. ત્યારે ખેડા જિલ્લામાં વીજ કરંટથી મોત થયાની ઘટના બની હતી. જ્યાં કપડવંજમાં મહિલા વીજ કરંટનો ભોગ હતી. વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયું હતું.જે બાબતે મકાનોમાં વીજ કરંટ ઉતરતો હોય તેવું પણ જાણવા મળેલું છે.


વીજ કરંટથી મહિલાનું મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેડાના કપડવંજ શહેરમાં એક મહિલાનું વીજ કરંટ લાગતા મોત થયું હતું. કપડવંજમાં આવેલી તુલસી વિલા સોસાયટી વિભાગ-2માં મહિલા મોટર ચાલુ કરતી હતી. જે દરમિયાન મોટરનો વીજ કરંટ મહિલાને લાગ્યો હતો. જ્યાં કરંટ લાગતા મહિલાનું કરુણ મોત થયું હતું. જે બાબતે વિસ્તારમાં રહીશોને જાણ થતા ચકચાર મચી જવા પામી હતી. સોસાયટીમાં અને તેના પરિવારમાં મહિલાના મોતથી શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સ્થાનિકોમાં ડરનો માહોલ

તુલસી વિલા સોસાયટી વિભાગ-2માં રહેતી મહિલાને વીજ કરંટથી મોત થયા બાદ મહિલાના મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. 40 વર્ષીય મહિલા કિંજલબેન જયેશભાઈ પ્રજાપતિનું કરંટ લાગતા મોત થયેલ હોય, જેના લીધે પાડોશીઓમાં ફફડાટ ફેલાયો હતો. તો સ્થાનિક રહીશોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સોસાયટીના 4થી 5 મકાનોમાં વીજ કરંટ ઉતરે છે. જેમાં વીજ કરંટથી મહિલાનું મોત થતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે.

  • Follow us on: