રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ને સોમવારના રોજ "કિસાન સન્માન સમારોહ" નું આયોજન રાજ્યના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) ખાતે કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બપોરે ૧૧ વાગ્યાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર તાલુકો ચોટીલા ખાતે યોજાશે.


લાભાર્થી ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનું કૃષિ પ્રદર્શન/કૃષિ માર્ગદર્શન/લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવનાર છે. ખેડૂતો ખેતીની નવીન ટેકનોલોજીથી માહિતગાર થઈ શકે તે માટે કૃષિ પ્રદર્શનમાં કૃષિ અને સંલગ્ન માહિતીના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં કૃષિલક્ષી વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે.

રાજયકક્ષાએ યોજાય છે કાર્યક્રમ

તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભાગલપુર- બિહાર ખાતે યોજાનાર "કિસાન સન્માન સમારોહ"નું રાષ્ટ્રીય કક્ષાએથી અને રાજયકક્ષાએથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદબોધન વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ ખેડૂતો નિહાળશે.આ કિસાન સન્માન સમારોહમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો, કર્મચારીઓ, ખેડૂતો તેમજ પશુપાલકો જોડાશે.

  • Follow us on: