અંજારના મેઘપર બોરીચી નજીક રેલવે પૂલિયા નીચે બનેલી 7 લાખ રૂપિયાની લૂંટ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં લૂંટ કેસમાં ફરિયાદી આરોપી નીકળ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અંજાર નજીકના મેઘપર બોરીચી પાસે આવેલા રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત 7 લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે.


લૂંટની ઘટના બની હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી

ગઈકાલે લાકડાના બેન્સામાં કામ કરતા પ્રવીણ મેર નામના કર્મચારીને બેન્સાના માલિક વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજી કેસરાણીએ પોતાના કર્મચારીઓને વેતન આપવા અને અન્ય પેમેન્ટ કરવા માટે 10 લાખ બેન્કમાંથી ઉપાડવા માટે ચેક આપીને મોકલ્યો હતો. આરોપી પ્રવીણ મેરએ અંજાર ખાતે આવેલી બેંકમાંથી નાણા ઉપાડ્યા બાદ રૂપિયા 10 લાખની રોકડ સાથે એકટીવા પર પોતાના શેઠને નાણા આપવા જતો હતો, ત્યારે લૂંટની ઘટના બની હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોતાની સાથે 7 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રવીણ મેરની વધુ તપાસ કરતા આખરે ખુદ ભોગ બનનાર ભાગી પડ્યો

ફરિયાદના આધારે અંજાર પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે જીણવટ પૂર્વકની તપાસ કરતા ખુદ ભોગ બનનાર પ્રવીણ મેર શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રવીણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે રોકડ નાણા લઈ જતો હતો, ત્યારે રેલવે બ્રિજની નીચે બે અજાણ્યા બુકાની ધારી યુવાનોએ તેને લાત મારી પાડી દઈ માર મારી એકટીવામાં પડેલા રૂપિયા 7 લાખ રોકડ કાઢી નાસી ગયા હતા, જ્યારે બાકીના ત્રણ લાખ તેના ખિસ્સામાં હોય બચી ગયા હતા. આ નિવેદન પ્રમાણે પોલીસે તપાસ હાથ ધરતા સતત લોકોની અવર-જવરથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં કેટલાક લોકોના નિવેદન અને સીસીટીવીમાં પણ આવી કોઈ ઘટના ન દેખાતા પ્રવીણ મેરની વધુ તપાસ કરતા આખરે ખુદ ભોગ બનનાર ભાગી પડ્યો હતો અને રૂપિયા પચાવી પાડવા માટે તેણે લૂંટનું તરખટ રચ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ લૂંટનું નાટક રચી 7 લાખ તેના મિત્ર આપ્યા હતા. હાલ પોલીસે તેના મિત્રને પૈસા રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: