કચ્છના ભચાઉ ખાતેથી ગુમ થયેલું એક બાળક જેની ઉંમર આશરે સાડા ત્રણ વર્ષ હતી, જે બસમાંથી પોતાના વાલી વારસથી અલગ પડી ગયેલું અને આ બાળક અન્ય બસમાં ભુલથી ચડી જતા એસ.ટી બસના કંડક્ટર અમીતભાઈને બાળકના રડવાનો અવાજ આવતા તેઓએ આ બાળકના માતા-પિતા અંગે તપાસ કરતા આ બાળકના કોઈ વાલી વારસ કોઈ મળી આવેલું નહીં.
પોલીસ સ્ટાફ દ્વારા બાળકનો સહી સલામત કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો
જેથી તેઓ લાકડીયા પોલીસનો સંપર્ક કરતા લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.જાડેજાની સુચનાથી અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન સોર્સના આધારે તાત્કાલીક પોતાના માતા-પિતાથી અલગ થયેલા બાળકના માતા પિતાને શોધી કાઢ્યા અને તેના વાલી વારસથી મેળાપ કરાવીને લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા બાળકને સહી સલામત કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે. જ્યારે બાળકને પોતાના પિતા સાથે પોલીસે મિલાપ કરાવ્યું ત્યારે બાળક અને તેના પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા, આ દ્રશ્ય જોઈ પોલીસ કર્મચારીઓ પણ લાગણીશીલ બની ગયા હતા.
લાકડીયા પોલીસ સ્ટેશન હેઠળના ગામોમાં 44 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
બીજી તરફ રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર ગુજરાતભરમાં અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે, તે અન્વયે કચ્છ જિલ્લામાં પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી હાઈવે પટ્ટીના લાકડીયા પોલીસ મથક હેઠળ આવતાં 12 ગામ અને 20 કિલોમીટરના હાઈવે પર અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લેવા માટે લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ લાકડીયાના 18, શિવલખા 14, ઘરણાં ગ્રામ પંચાયત દ્વારા 12 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.