• ગિરનારની ગોદમાં પ્રકૃતિની સાથે પરિક્રમા

  • લાખો લોકો દર વર્ષે બને છે ભાગીદાર
  • આ વખતે કુલ 5 લોકોના થયા છે મોત

હાલના દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં ગિરનારની પરિક્રમા ચાલુ છે. આ પરિક્રમામાં આ વખતે પહેલીવાર એવી ઘટના બની છે જેમાં પરિક્રમાની અંદર 5 લોકોના મોત થયા છે. આજે આખો દિવસ વરસતા વરસાદની વચ્ચે પણ શ્રદ્ધાળુઓના પગ અટક્યા નહોતા અને લોકોએ તેમની પરિક્રમા ચાલુ રાખી હતી. આ વખતે ગયા વખતા કરતા વધુ લોકોએ પરિક્રમામાં ભાગ લીધો હતો. જો કે આ પરિક્રમામાં પહેલીવાર કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.

જૂનાગઢની ઈતિહાસ પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા હાલમાં ચાલી રહી છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પોતાની પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે અને અમુક લોકો હજુ પણ પથ પર છે. 23 નવેમ્બરે શરૂ થયેલી આ પરિક્રમામાં લાખો લોકો સામેલ થયા હતા અને ભક્તિભાવ સાથે કુદરતી સાનિધ્યનો આનંદ માણ્યો હતો. 23 નવેમ્‍બરથી શરુ થયેલી લીલી પરિક્રમા 27 નવેમ્‍બરના રોજ પૂર્ણ થશે. જો કે આ દરમિયાન, ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે જેમાં લોકો ચોંકી ઉઠ્યા છે. જાણકારી પ્રમાણે આ પહેલીવાર બન્યું છે કે જ્યારે પરિક્રમામાં કુલ 5 લોકોના મોત થયા છે. આ મોતના લીધે અમુક પરિવારો માટે આ લીલી પરિક્રમાનો અંત સુખદ રહ્યો છે એમ કહી શકાય તેમ નથી. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એવા પરિજનો માટે આ પરિક્રમાનો અનુભવ દુ:ખદ બન્યો છે.

  1. અમરેલી જિલ્લાની રહેવાસી 11 વર્ષની બાળકી પર બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમનું મોત થયું હતું.
  2. દ્વારકાના ખંભાળીયા તાલુકાના દેવળીયા ગામના 54 વર્ષીય મારખીભાઈ ગોઝીયાની તબિયત બગડતાં મૃત્યુ થયું હતું.
  3. રાજકોટના મહેન્દ્રભાઈ સરવૈયાનું પગે ઠેસ વાગતાં પડી ગયા હતા, જેથી તેમના માથામાં ઈજા થતાં મોત નીપજ્યું હતું.
  4. જામનગરના સિક્કાના 38 વર્ષીય મુક્તાબેન વાઘેલા અચાનક બેભાન થઈ ઢળી પડતાં મૃત્યુ થયું હતું.
  5. મહારાષ્ટ્રના પુણેના ચીનદોડ ગામના ઉધવ દેશમુખ નામના 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.

મહત્વનું છે કે આ વર્ષે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હોય તેવો અત્યાર સુધીનો પહેલો કિસ્સો માનવામાં આવી રહ્યો છે. પરિક્રમા દરમિયાન કોઈ પણ પ્રાણી દ્વારા કોઈ પણ વ્યક્તિ પર ક્યારેય નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આમ આ રીતે આ વખતની લીલી પરિક્રમામાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.


  • Follow us on: