વેસ્ટર્ન રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ સાથે ઝડપી મુસાફરી પૂરી પાડવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-બનારસ-વેરાવળ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (૧૨૯૪૫/૧૨૯૪૬)માં LHB કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનમાં LHB કોચ લાગશે
આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (૧૨૯૪૫)માં તા.૩.૦૩.૨૦૨૫ (સોમવાર)થી એલએચબી કોચ લાગશે અને બનારસ-વેરાવળ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (૧૨૯૪૬)માં તા.૫.૦૩.૨૦૨૫ (બુધવાર)થી એલએચબી કોચ લાગશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. નવા LHB કોચ સાથે, ટ્રેનની મુસાફરી વધુ સુરક્ષિત અને વધુ આરામદાયક બનશે, જે મુસાફરીનો અનુભવ વધુ સારો બનાવશે.
ટ્રેનોમાં વાદળી રંગના કોચને ICF અને લાલ રંગના કોચને LHB કહેવામાં આવે છે. એલએચબી કોચ સલામતી, ગતિ ક્ષમતા, આરામ વગેરેની દ્રષ્ટિએ ICF કોચ કરતાં વધુ સારા છે. એલએચબી કોચમાં હાઈડ્રોલિક સસ્પેન્શનનો ઉપયોગ થાય છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે. આ કોચ મુસાફરો માટે અનુકૂળ હોય છે અને તેમની મુસાફરીને વધુ સારી રીતે લાભલેવામાં મદદ કરે છે. એલએચબી કોચની સલામતી માટે તેમાં હાઇડ્રોલિક સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે કારણોસર આ અકસ્માતના કિસ્સામાં પણ વધુ સુરક્ષિત રહે છે.