- બનાસકાંઠામાં ફરી એકવાર ચિત્ર બદલાયું
- ક્ષણે ક્ષણે બદલાઇ રહ્યા છે ભાજપ-કોંગ્રેસના સમીકરણ
- EVM ખુલતા જ ઉમેદવારના જીવ તાળવે ચોંટી જાય છે
7 મે, 2024ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 સીટ પર મતદાન યોજાયું હતું. જેનું કુલ મતદાન 60.13% નોંધાયું હતું. જેમાં ઉત્તર ગુજરાતની પાંચેય બેઠકો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાનું સરેરાશ 62.08 ટકા મતદાન થયુ હતુ. બનાસકાંઠાની બેઠક પર આ વખતે બંન્ને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર ચાલી રહી છે. ક્યારેક ગેની બેન તો ક્યારેક રેખાબેન આગળ વધી રહ્યા છે હવે જોવાનુ એ છે કે આ બેઠક પર કોની જીત થશે. ક્ષણે ક્ષણે બદલાઇ રહ્યા છે ભાજપ-કોંગ્રેસના સમીકરણ. EVM ખુલતા જ ઉમેદવારના જીવ તાળવે ચોંટી જાય છે
ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે.













