• ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત

  • 2019માં પણ જીત્યા હતા દેવુસિંહ ચૌહાણ
  • ખેડા બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ

ખેડા લોકસભા બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ દેવુંસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા અને તેમની સામે કોંગ્રેસના કાળુસિંહ ડાભી હતા. ખેડા લોકસભા બેઠક પર ભાજપનો દબદબો રહેલો છે અને આ વખતે પણ ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

2019માં પણ દેવુસિંહ ચૌહાણે જીત મેળવી હતી

મધ્ય ગુજરાતની ખેડા લોકસભા બેઠક કે જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના કાળુસિંહ ડાભીને હરાવીને જીત નિશ્ચિત કરાવી લીધી છે. ત્યારે જો હવે વાત કરવામાં આવે આ બેઠકની તો ખેડા લોકસભા બેઠક સામાન્ય વર્ગ માટે અનામત બેઠક તરીકે રચવામાં આવી છે. આ બેઠક પરથી 2019માં પણ દેવુસિંહ ચૌહાણે 3 લાખથી વધુ લીડ સાથે જીત મેળવી હતી.

ખેડા લોકસભા બેઠક પર 57.43 ટકા મતદાન થયું હતું

2024 ની લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર 57.43 ટકા મતદાન થયું હતું. જે બાદ હવે ખેડા બેઠક પર 2024 ની લોકસભામાં પણ દેવુસિંહ ચૌહાણે જીત નોંધાવી લીધી છે. ખેડા લોકસભાના જ્ઞાતિવાદી સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. દેવુસિંહ ચૌહાણ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને ખેડામાં દેવુસિંહ લોકોમાં લોકપ્રિયતા ધરાવે છે. જેથી ફરી એકવાર ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણે જીત મેળવી છે.

ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત

ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ખેડા લોકસભા બેઠક ગુજરાતના મધ્ય પ્રદેશમાં આવેલી છે અને આ રાજ્યનો મુખ્ય લોકસભા મતવિસ્તાર છે. જે 3,863 ચોરસ કિલોમીટરના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલી, ખેડા લોકસભા બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. ખેડા લોકસભા મતવિસ્તારની કુલ વસ્તી 2,510,804 છે, જે તેને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ચૂંટણી ક્ષેત્ર બનાવે છે.

  • Follow us on: