- ભાવનગરમાં નિમુ બાંભણીયાની જીત
- આપના ઉમેશ મકવાણાની કારમી હાર
- ભાવનગર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઢબંધનને લઈને આ વખતે ભાવનગર બેઠકએ આપને ફાળે ગઈ હતી. જેને લઈને આમ આદમી પાર્ટીએ ભાવનગરમાં ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે ભાજપે નિમુ બાંભણીયાને કામણ સોંપી હતી. જેમાં નિમુ બાંભણીયાએ ઉમેશ મકવાણાને હરાવીને જીત મેળવી છે.
ભાવનગર બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો
ભાવનગર લોકસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 19 લાખથી પણ વધુ મતદારો છે.ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. અહિયાં સૌથી વધારે મતદારો અંદાજિત 2 લાખ 95 હજાર જેટલા કોળી મતદારો છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ અને આમ આદમી પાર્ટીએ કોળી ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. ભાવનગર બેઠકના રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભા બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને આ બેઠક પર ભાજપ 1991થી સતત જીતતું આવી રહ્યું છે.
નિમુ બાંભણીયાની ભાવનગરમાં જીત
ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે નિમુ બાંભણીયા પર વિશ્વાસ મૂક્યો હતો જે હાલ સાચો સાબિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાની સામે નિમુ બામણિયાએ તેમની જીત નિશ્ચિત કરાવી લીધી છે. ભાવનગર લોકસભા બેઠકમાં વિધાનસભાની કુલ સાત સીટ આવે છે. જેમાં બે સીટ બોટાદ જિલ્લાની છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો પર કોંગ્રેસની હાર થઈ હતી. બોટાદથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા જીત્યા હતા. જ્યારે બાકીની છ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી.
ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો
નિમુબેન બાંભણિયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીમાં સભ્ય, રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી તરીકે 2022થી છે. સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારુલ સોસાયટીમાં ઉપપ્રમુખ છેલ્લા 20 વર્ષથી હોવાને પગલે સમૂહ લગ્નનું આયોજન કરે છે. ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં સભ્ય છે. એંડ બીજી તરફ હતા આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.