• સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લોકોની લાંબી લાઈન જોવા મળી
  • રૂ.2000ની નોટ બદલવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી
  • RBI પાસે વહેલી સવારથી લોકોની લાંબી કતારમાં ઉભા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 ની નોટ બદલાવવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી જે પછી હવે RBI દ્વારા જેમની પાસે પણ નોટ હશે તેમણે અમદાવાદ RBI પર પહોંચીને નોટ બદલવાની રહેશે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.

નોંધનીય છેકે, રૂ.2000ની નોટ બદલવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી પરંતુ હવે RBIમાં 2000ની નોટ બદલાવવા માટે લાંબી કતાર લાગી છે. જેની સાથે જ લોકોની ભીડ જોઈને પોલીસ દોડતી થઈ હતી. જેના કારણે અંદાજિત દોઢ કિમીથી વધુ લાંબી કતાર જોવા મળી રહી છે.

છેલ્લા ઘણાં દિવસોથી માત્ર આરબીઆઈની ઓફિસમાંથી જ રૂ. 2000ની ચલણી નોટ બદલી શકાશે. તે સિવાય બેંકોમાંથી નોટ બદલી શકાશે નહીં. ત્યારે હજુ પણ જે લોકો પાસે બે હજારની નોટ પડી છે તેવા લોકો હાલમાં એજન્ટોનો સંપર્ક કરી રહ્યાં છે. તેમજ ભાડુતી માણસો બે હજારની નોટ બદલવા આખા દિવસમાં ત્રણેક વખત લાઈનમાં ઉભા રહેતા હોવાનું સામે આવી રહ્યું છે. ભાડુતી માણસ જેવો રૂપિયા બદલાવી પાછો આવે કે તરત એજન્ટ તેની પાસેથી રકમ મેળવી લે છે. રિઝર્વ બેંકની બહાર આખો દિવસ આ ખેલ ચાલી રહ્યો છે.

આ તરફ હજી પણ RBI ની બહાર લાંબી લાઈન લાગી રહી છે. જેના સામે ભીડ પર કાબુ મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ભાડુતી માણસો પાસેથી રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે તેના અંગે પણ આગામી દિવસોમાં તપાસ થઈ શકે છે. 

  • Follow us on: