જામનગરમાં એક મહિલા લાંબા સમયથી ગુમ થઈ છે. આ મહિલા એક સપ્તાહથી વધુ સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતામાં મૂકાયા. પરિણીતા પુત્રી સાથે ગુમ થતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે પરિવારજનોની ફરિયાદ બાદ મહિલાને શોધવો ચક્રોગતિમાન કર્યા. મહિલા ગુમ થઈ છે કે પછી કોઈ અઘટિત ઘટના બની છે તેને લઈને વધુ તપાસ થશે. પરિણીતા ગુમ થતા ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી.


પરિણીતા ગુમ થતા નોંધાવી ફરિયાદ

મળતી માહિતી મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પરિણીતા પુત્રી સાથે ગુમ થયાની ફરિયાદ સામે આવી. આ પરિણીતા ગાયત્રીનગર વિસ્તારમાં રહે છે અને પરિવારમાં કોઈને કહ્યા વગર પુત્રીની સાથે લઈને જતી રહી છે. પરિણીતા બે વર્ષીય પુત્રીને સાથે લઈને ગયાને એક સપ્તાહથી વધુ સમય થયો હતો. આટલા બધા સમય સુધી પરિણીતા પાછી ના આવતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. મહિલાનું નામ પુજાબેન લક્ષ્મણભાઈ રાઠોડ છે. પોલીસ ફરિયાદ મુજબ પરિણીતાની ઉંમર 22 વર્ષ છે અને તે 2 વર્ષીય પુત્રીને સાથે લઈને પતિ કે ઘરના કોઈ સભ્યને જાણ કર્યા વિના જતી રહી છે.

પતિએ સગાસંબંધીને કર્યા ફોન

પોલીસે પરિણીતા ગુમ થવા મામલે પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. દરમિયાન ગુસ્સામાં આવીને પરિણીતા પુત્રીને સાથે લઈને જતી રહી. શરૂઆતમાં એવું લાગ્યું કે પરિણીતાનો ગુસ્સો શાંત થશે એટલે પાછી આવી જશે. પરંતુ એક સપ્તાહથી વધુ સમય થવા છતાં પણ પાછી ના આવતા પતિની ચિંતા વધી. તેણે બહારગામ રહેતા તમામ સગા સબંધીઓને ફોન કરી આ મામલે તપાસ કરાવી. પરંતુ ગુમ થયેલ પત્નીની કોઈ ભાળ ના મળતાં પતિએ ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી. 

  • Follow us on: