અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ અચાનક જ પોતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના શાસનવાળી આ નગરપાલિકામાં ચેરમેનના રાજીનામાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
સામાન્ય સભામાં થઈ હતી નિમણૂંક, ટૂંકા ગાળામાં જ પદ છોડ્યું
મળતી માહિતી અનુસાર, વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3 ના ચૂંટાયેલા સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સુરેશભાઈ દલવાડીને નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ડ્રેનેજ સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ નિમણૂંકના ટૂંકા ગાળામાં જ તેમણે પદ પરથી સ્વેચ્છાએ નિકળી જવાનો નિર્ણય કર્યો છે.














