કચ્છના ભુજમાં વહીવટી તંત્ર દ્વારા અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ સામે આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શહેરના કુખ્યાત ગણાતા ચતુર સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ લાલ આંખ કરી બુલડોઝર ફેરવી દીધું હતું.આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.


શું હતો સમગ્ર મામલો?

ચતુર સિંહ જાડેજાએ સરકારી જમીન પર કબજો જમાવીને પોતાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું.તંત્રને લાંબા સમયથી આ અંગે ફરિયાદો મળી રહી હતી.આરોપીએ અંદાજે 100 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જગ્યા પર દબાણ કર્યું હતું.આ સરકારી જમીન માર્કેટમાં અંદાજે 35 લાખ રૂપિયાની કિંમતની હોવાનું જાણવા મળ્યું છે.ભુજ વહીવટી તંત્ર દ્વારા આજે સવારે જ ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

દબાણને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું

જેસીબી અને બુલડોઝરના ઉપયોગ દ્વારા ગણતરીના કલાકોમાં આ દબાણને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.આ કાર્યવાહી બાદ સરકારી જમીનને ફરીથી સરકારના કબજામાં લઈ લેવામાં આવી છે.તંત્રની આ કામગીરીથી સ્થાનિકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કબજો જમાવનાર કે અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Junagadh News: ગીર અભયારણ્ય આજથી 4 મહિના સુધી રહેશે બંધ, વન્યજીવોના પ્રજનન માટે નિર્ણય લેવાયો



  • Follow us on: