સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાં મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી સ્થાનિક પ્રશાસનને મળી હતી. આ બાતમીના આધારે મામલતદારની ટીમ દ્વારા ઓચિંતી ત્રાટકીને મોટું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ખનન માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.


યા 25 લાખનો મુદ્દામાલ જપ્ત, વાહનો કરાયા સીઝ

મામલતદારની ટીમે જ્યારે ઘટના સ્થળે રેડ કરી ત્યારે ગેરકાયદે માટીનું ઉત્ખનન ચાલી રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતું 1 લોડર અને માટી વહન કરતા 3 ટ્રેક્ટર સહિતના વાહનો ઝડપી લીધા હતા. પોલીસે આ તમામ વાહનો અને સામગ્રી મળીને કુલ રૂપિયા 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગેરકાયદે ખનન માફિયાઓમાં ફફડાટનો માહોલ

થાનગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ખનિજ ચોરી અને ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. જોકે, મોરથળા ગામની સીમમાં મામલતદાર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી અન્ય ગેરકાયદે ખનન કરતા શખ્સો અને ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.




આ પણ વાંચો - Surendranagar: સુરેન્દ્રનગર SPની ચેમ્બર બહાર અરજદારો માટે બાંકડા મુકાયા


  • Follow us on: