ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના મામલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી લેવાયેલા સેમ્પલ્સના આધારે આવેલા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે. FSL રિપોર્ટ અનુસાર, ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે અત્યંત ભારે અને ઘાતક વિસ્ફોટક કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે આ આખી હોનારત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.


ખેડા SOG એ સંભાળી તપાસ, પૂછપરછ શરૂ

FSL ના આ ચોંકાવનારા રિપોર્ટ બાદ હવે સમગ્ર મામલાની તપાસનો ધમધમાટ ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. એસઓજીની ટીમે કપડવંજ ખાતે ઘટનાસ્થળની મુલાકાત લઈ કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્તો તેમજ ફેક્ટરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં સેફ્ટીના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાડવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ ફરાર

બીજી તરફ, આ સમગ્ર ફેક્ટરીનો માલિક અને ઘટનાનો મુખ્ય આરોપી મિતુલ પટેલ બ્લાસ્ટ થયા બાદથી જ પોલીસને હાથતાળી આપીને હજુ પણ ફરાર છે. પોલીસની અલગ-અલગ ટીમો તેના સંભવિત આશ્રયસ્થાનો પર સતત દરોડા પાડી રહી છે. એસઓજીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, મોબાઈલ લોકેશન અને ટેક્નિકલ સર્વેલન્સની આધુનિક મદદ લઈને આરોપી મિતુલ પટેલની શોધખોળ અત્યંત તેજ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેને દબોચી લેવામાં આવશે.


આ પણ વાંચો-----   Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો

  • Follow us on: