મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી ખેડૂતોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હળવદમાં પિયતના પાણી માટે 10થી વધુ ગામોના ખેડૂતો દ્વારા જે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. બ્રાહ્મણી ડેમ-2 ખાતે પાણીની માગ સાથે આ આંદોલન યોજાવાનું હતું, પરંતુ તંત્ર દ્વારા આંદોલનની મંજૂરી ન મળતા અને સ્થાનિક ધારાસભ્યની સકારાત્મક જાહેરાત બાદ ખેડૂતો દ્વારા આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ધારાસભ્યની જાહેરાત બાદ લેવાયો નિર્ણય

હળવદના ધનાળા, પ્રતાપગઢ, સૂરવદર, ધુળકોટ અને મયુરનગર સહિતના 10થી વધુ ગામોના ખેડૂતો પિયતના પાણીની સમસ્યાને લઈને આંદોલનના માર્ગે વળ્યા હતા. જોકે, આ દરમિયાન હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતો માટે બ્રાહ્મણી ડેમમાંથી પાણી છોડવાની મહત્વની જાહેરાત કરી છે. 

ખેડૂતોએ આંદોલન સમેટી લીધું

હવળદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની આ ખાતરી અને બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા આંદોલનની મંજૂરી ન મળવાના કારણે આખરે ખેડૂતોએ આંદોલન સમેટી લીધું છે, અને આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. પાણી છોડવાની જાહેરાત થતાં ખેડૂતોમાં પણ રાહત જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Morbi : વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં, જેતપરમાં બિનરાજકીય ઉપવાસ આંદોલન શરૂ


  • Follow us on: