મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ રેડ દરમિયાન નદીના પટમાંથી રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


રૂપિયા 6 લાખનો મુદ્દામાલ જપ્ત

તંત્રની આ કડક કાર્યવાહી દરમિયાન બ્રાહ્મણી નદીમાંથી રેતીના ગેરકાયદે ખનન કરતા 3 હોડકા જપ્ત કરી લેવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ત્રણેય હોડકા સહિત અંદાજે રૂપિયા 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સિઝ કરવામાં આવેલા તમામ હોડકાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ મથકે મોકલી દેવામાં આવ્યા છે. તંત્રની આ એક્શનથી ગેરકાયદે ખનન કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આ નામી શખ્સોના હોડકા ઝડપાયા

મળતી માહિતી મુજબ, નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચતા જે હોડકાઓ જપ્ત કરવામાં આવ્યા છે, તેના માલિકોના નામ પણ ખુલ્યા છે. જેમાં અંકિત શિહોરા, ઋત્વિક શિહોરા અને ભરત ભરવાડ નામના શખ્સોના હોડકા હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે આ તમામ સામે ગુનો નોંધીને કાયદાનો સિંકજો કસ્યો છે.


આ પણ વાંચો - Morbi : જેતપરના ખેડૂત આંદોલનના 9મા દિવસે ગ્રામ પંચાયતની સામુહિક રાજીનામાની ચીમકી, સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ


  • Follow us on: