ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં રાત્રિના સમયે અચાનક ભારે પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં જ સમગ્ર પંથકના વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.


ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ, જગતનો તાત ખુશખુશાલ

લખતર શહેર ઉપરાંત તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. તાલુકાના છારદ, ઓળખ, રીયા, અણીયાળી, દેવરીયા અને સાકર સહિતના આજુબાજુના અનેક ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રિના સમયે વિજળીના ચમકારા સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાકને મળશે નવું જીવનદાન

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વરસાદ પડતાં જ ધરતીપુત્રોના પાકને મોટું જીવનદાન મળશે. ગરમીના કારણે સુકાઈ રહેલા પાક માટે આ વરસાદી ઝાપટું આશીર્વાદ સમાન સાબિત થતાં જ 'જગતના તાત'ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયની રાહ બાદ પંથકમાં ચોમાસુ માહોલ બરાબરનો જામ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ અંગે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.


આ પણ વાંચો - Surendranagar News: લખતરના સાકર ગામે મોહરમ તહેવાર અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


  • Follow us on: