વડોદરા જિલ્લાના વાઘોડિયા ઔદ્યોગિક વસાહતમાંથી શ્રમિકોના હક અને શોષણ સામેના વિરોધનો એક મોટો મામલો સામે આવ્યો છે. વાઘોડિયાની જાણીતી કંપની 'શંકર પેકેજિંગ'ના ગેટ પાસે એક કામદારે કંપની પ્રશાસનની જોહુકમી સામે પોતાના પરિવાર સાથે પ્રતીક ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા છે. કામદાર દ્વારા કંપની પર શ્રમ કાયદાના સરેઆમ ઉલ્લંઘન અને આર્થિક-માનસિક શોષણના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.


શંકર પેકેજિંગ કંપની સામે આ આંદોલન છેડવામાં આવ્યું 

મળતી માહિતી મુજબ, જીઆઈડીસી સ્થિત પ્લાન્ટના પ્લોટ નંબર 1015, શંકર પેકેજિંગ કંપની સામે આ આંદોલન છેડવામાં આવ્યું છે. પીડિત કામદારે કંપની સમક્ષ શ્રમિકોના હિત અને રોજગારને લગતી ૨૦ જેટલી મુદ્દાસરની માંગણીઓ રજૂ કરી છે. કામદારનો આરોપ છે કે કંપની લાંબા સમયથી શ્રમ કાયદાના નિયમોને નેવે મૂકીને શ્રમિકોનું શોષણ કરી રહી છે, જે હવે સહન થઈ શકે તેમ નથી.

અન્ય શ્રમિકોનું મળ્યું સમર્થન

કંપનીના ગેટ પાસે પરિવાર સાથે બેઠેલા આ કામદારના સમર્થનમાં હવે ફેક્ટરીના અન્ય સાથી શ્રમિકો અને સહકર્મચારીઓ પણ જોડાઈ ગયા છે. કામદારોના આ આક્રોશને પગલે કંપની પરિસરમાં અને વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં ભારે ગરમાવો આવી ગયો છે. ધરણા પર બેઠેલા અગ્રણીએ મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ તેમની તમામ 20 ન્યાયિક માંગણીઓ પૂરી નહીં કરે, ત્યાં સુધી આ પ્રતીક ઉપવાસ અને ઉગ્ર આંદોલન અવિરતપણે ચાલુ રહેશે. ફેક્ટરી ગેટ પર ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યો છે. 


આ પણ વાંચો----    Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video 


  • Follow us on: