- મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી
- બેન્કના કામ હોવાથી જયસુખ પટેલ માગ્યા જામીન
- પીડિતોને સહાય ચૂકવવા HC આદેશ આપ્યો હતો
મોરબીના ચકચારી જુલતા પુલની દુર્ઘટના મામલે જેલમાં બંધ ઓરેવાના માલિક જયસુખ પટેલે મોરબીની કોર્ટમાં વચગાળાની જામીન માટે અરજી કરી હતી. બેન્કના કામ હોવાથી જયસુખ પટેલ જામીનની માંગણી કરી હતી.
થોડા દિવસો પહેલા ગુજરાત હાઈકોર્ટે મોરબી પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને આ ઘટનાના મૃતકોને રૂ. 10 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. પીડિતોને સહાય ચૂકવવા આદેશના ભાગરૂપે બેંકમાં કામ હોવાથી જયસુખ પટેલે જામીન અરજી દાખલ કરી હતી.












