• સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટાક્યો હતો: HC
  • ઓરેવા ગ્રુપની જ બેદરકારી હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ
  • લોકોએ અનેક વખત અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું : પીડિતો

મોરબી બ્રીજ હોનારતને લઈ સુઓમોટો દાખલ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રીજ હોનારતમાં સુનવણી શરૂ થઇ છે. તેમજ મૃતકોના પરિવારે કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કર્યું છે. તથા ઓરેવા ગ્રુપની જ બેદરકારી હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ છે. પીડિતના વકીલે આ નિર્ણયને મહત્ત્વ પૂર્ણ ગણાવ્યો છે. 

મોરબી દુર્ઘટનામાં વળતર મુદ્દે HCએ મહત્વનો આદેશ આપ્યો

મોરબી દુર્ઘટનામાં વળતર મુદ્દે HCએ મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. તેમાં ઓરેવા કંપનીને મૃતકના પરિવારને રૂ.10 - 10 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. તથા દરેક ઈજાગ્રસ્તોને રૂ. 2 લાખ ચૂકવવા માટે આદેશ કરાયો છે. તેમાં 7 અનાથ બાળકોનું શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંભાળ રાખવી. તથા જયસુખ પટેલે 5 - 5 લાખ ચૂકવવા તૈયારી દર્શાવી હતી. ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી કે ઓરેવા ગ્રુપ વળતર આપી એવું ના સમજે કે પોલીસ કાર્યવાહીથી રાહત મળશે. કેસની કાર્યવાહી અને વળતર સાથે કોઇ લેવાદેવા રહેશે નહીં.

ઓરેવા ગ્રુપે પીડિતોને 5 લાખ વળતર આપવાની તૈયારી દર્શાવી

ઉલ્લેખનીય છે કે 45% સરકારે અને 55% જવાબદારોએ વળતર આપવાનું છે. જેમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતો હાઇકોર્ટ પહોંચ્યા છે. તેમાં પીડિત પરિવારની એફિડેવિટ અંગે HCમાં રજૂઆત થઇ છે. જેમાં ઓરેવા ગ્રુપને હાઇકોર્ટનું સૂચન છે કે તમે કેટલું વળતર આપવા માંગી રહ્યા છો વિચાર્યું છે. શું સરકારે વળતર પીડિતોને જાહેર કર્યા બાદ આપ્યું છે ખરા. દરેક પરિવારને વળતર આપ્યું છે તેમ સરકારે જણાવ્યું છે.



  • Follow us on: