મોરબીના હળવદમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. શહેરમાં મેઈન બજારમાં સોની સહિતની દુકાનો ટપોટપ બંધ થવા લાગી છે. GST વિભાગે ધામા નાખતા જ  શહેરમાં મોબાઈલ સહિતની દુકાનોમાં તાળા લાગ્યાં છે. જીએસટી વિભાગની કાર્યવાહી સામે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. 


ઓડિટ કામગીરી માટે બેથી વધુ દુકાનોમાં તપાસ કરી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાલ જે ગતિ પકડવામાં આવી છે તેને ધ્યાને લેતા એ વાત તો સ્પષ્ટ છે કે અત્યારે માર્ચ એન્ડિંગ નજીક હોવાના કારણે જે ટાર્ગેટ થી વિભાગ દૂર રહેલું છે તે નજીક આવે માટે હાલ રાજ્ય વ્યાપી દરોડા હાથ ધરવામાં આવ્યા છે જેમાં મોરબી સહિત અમદાવાદ વાપી અને સુરતમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું હાલ ચર્ચા રહ્યું છે. 

મળતી માહિતી મુજબ, મોરબીના હળવદમાં GST વિભાગની કાર્યવાહીને લઇ મેઈન બજારમાં સોની સહિતની દુકાનો ટપોટપ બંધ થવા લાગી છે. GST વિભાગે ધામા નાખતા જ શહેરમાં મોબાઈલ સહિતની દુકાનોમાં તાળા લાગ્યાં છે. જીએસટી વિભાગની કાર્યવાહી સામે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. માર્ચ એન્ડિગ હોવાથી GST વિભાગે તપાસ શરૂ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઓડિટ કામગીરી માટે બેથી વધુ દુકાનોમાં તપાસ કરી રહી છે.

  • Follow us on: