મોરબીના હળવદમાં પ્રેમ પ્રકરણમાં એક આધેડની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. પરિણીતાને ભગાડી જનાર યુવકના ઘરે હુમલો કરવામાં આવ્યો છે. 10 જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. જેમાં આધેડને તિક્ષ્ય હથિયારના ઘા ઝિંકાયા હતાં. આ ઘટનામાં યુવકના કાકાનું મોત નિપજ્યું છે. જ્યારે તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુવકનો ભાઈ કિરણ ધામેચા ઈજાગ્રસ્ત થયો













