મોરબીમાં પરીણિતાને મરવા માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટંકારા પોલીસે પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃત પરીણિતાનો પતિ પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવાનું કહીને હેરાન કરતો હતો. રૂપિયા માટે પરીણિતાને મહેણાં ટોણાં મારીને હેરાન કરવામાં આવતી હતી. જેથી કંટાળીને તેણે આપઘાત કર્યો હતો.


પિતાએ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મૃતક પરીણિતાના પિતાએ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં શૂભમ પનારા, હિરાલાલ પનારા અને રીનલ પનારાની સામે ગુનો દાખલ થતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પરીણિતાના પતિને વિદેશ ભણવા જવુ હોવાથી તે તેના પિયરમાંથી પાંચ લાખ લઈ આવે તે માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ મૃતકના પિતાની તબિયત અને આર્થિક સ્થિતિ સારી નહોતી હોવાથી તે પૈસા લાવી શકે તેમ નહોતી.

પતિ દ્વારા પરીણિતાને હેરાન કરવામાં આવતી હતી

પૈસા નહીં લાવતાં સાસરિયાઓ અને પતિ દ્વારા પરીણિતાને હેરાન કરવામાં આવતી હતી. માનસિક ત્રાસના કારણે પરીણિતા કંટાળી હતી અને તેણે આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને પતિ સહિતના સાસરિયાઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે શુભમ પનારા, હિરાલાલ પનારા, રીનલ પનારાની ધરપકડ કરી છે.


  • Follow us on: