મોરબીમા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે પૈસાની લેતી દેતીમાં બિલ્ડરના પુત્ર પર અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. મોટા દહીસર પાસે બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બિલ્ડરના પુત્ર તરુણ ગામીને ત્રણ ગોળી વાગતા ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ અને એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો













