જામનગરમાં આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના ધ્રોલના સુમરા ગામે માતાએ તેના 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું છે. સુમરા ગામે માતાએ તેના 4 બાળકો સાથે આપઘાત કર્યો છે. જો કે ક્યાં કારણોસર આ દુઃખદ ઘટના બની છે, આ સમગ્ર બનાવ બાદ ધ્રોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.


પોલીસે મૃતદેહોને પોસ્ટપોર્ટમ અર્થે મોકલ્યા

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિશેષ તપાસ કરી રહી છે. ધ્રોલ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા મૃતકોને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ શરુ કરી છે. 

સુરતમાં આર્થિક સંકળામણમાં રત્નકલાકારનો આપઘાત

બીજી તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાનું કામ કરતા મનસુખભાઈ સોંદરવાએ આત્મહત્યા કરી છે, આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવી આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું છે. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને લઈને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પરિવાર થયો વેર વિખેર

મનસુખભાઈ સોંદરવાએ ઘરે કોઈ હતું નહિ તે સમયે ઘરમાં જ ગળે ફાંસી ખાઈ આપઘાત કરી લીધો , મનસુખભાઈ સોંદરવાને પરિવારમાં પત્ની અને 2 દીકરા જયદીપ અને કરણ છે, જયદીપ ધોરણ 9માં સાયનની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો અને કુમળી વયે પોતાના પિતાને ઘર ચલાવવા મદદ કરી રહ્યો હતો, જ્યારે નાનો દીકરો કરણ વેન્જા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે પત્ની ભારતી બહેન નજીક આવેલી જી.આઈ.ડી.સીમાં કામ કરી રહી હતી, જોકે મનસુખભાઈએ ભરેલા આ પગલાને કારણે આખો પરિવાર વેર વિખેર થઈ ગયો છે.

  • Follow us on: